MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં નરમાઈ

- text


બુલડેક્સ ફ્યુચર્સમાં 97 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 98 પોઈન્ટની મૂવમેન્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,26,887 સોદાઓમાં કુલ રૂ.10,716.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 97 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 98 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 57,488 સોદાઓમાં કુલ રૂ.3,825.37 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,295 અને નીચામાં રૂ.47,965 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5 ઘટી રૂ.48,089ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.38,528 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.4,753ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,409 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,499 અને નીચામાં રૂ.66,930 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.217 ઘટી રૂ.67,029 બોલાઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 38,559 સોદાઓમાં કુલ રૂ.2,893.59 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,006ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,055 અને નીચામાં રૂ.4,951 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.17 ઘટી રૂ.4,974 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.10 ઘટી રૂ.281.20 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 2,541 સોદાઓમાં રૂ.296.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,361ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1365 અને નીચામાં રૂ.1361 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.50 ઘટી રૂ.1,363 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.17,150 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.237 ઘટી રૂ.17,234ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,081.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1117.30 અને નીચામાં રૂ.1081.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28.80 વધી રૂ.1113.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 ઘટી રૂ.958.10 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.210 વધી રૂ.25,830 બોલાઈ રહ્યો હતો. 

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,573 સોદાઓમાં રૂ.2,258.01 કરોડનાં 4,685.941 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,915 સોદાઓમાં કુલ રૂ.1,567.36 કરોડનાં 232.649 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,596 સોદાઓમાં રૂ.1,559.36 કરોડનાં 31,20,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,963 સોદાઓમાં રૂ.1,334.23 કરોડનાં 4,74,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 766 સોદાઓમાં રૂ.72.96 કરોડનાં 28125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 385 સોદાઓમાં રૂ.14.68 કરોડનાં 153 ટન, રબરના વાયદાઓમાં 36 સોદાઓમાં રૂ.0.65 કરોડનાં 38 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,351 સોદાઓમાં રૂ.208.42 કરોડનાં 19,010 ટનનાં કામકાજ થયાં હતાં. 

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,518.557 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 655.231 ટન, એલ્યુમિનિયમમાં 10,620 ટન, જસત વાયદામાં 15,945 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,1650 ટન, નિકલ વાયદામાં 3,490.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,440 ટન, ક્રૂડ તેલમાં 7,64,000 બેરલ અને નેચરલ ગેસમાં 3,35,41,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 167250 ગાંસડી, મેન્થા તેલમાં 481.32 ટન, રબરમાં 108 ટન, સીપીઓમાં 86,020 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,715 સોદાઓમાં રૂ.149.07 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 751 સોદાઓમાં રૂ.59.87 કરોડનાં 816 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 964 સોદાઓમાં રૂ.89.20 કરોડનાં 1,175 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,567 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 687 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,700ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,718 અને નીચામાં 14,621ના સ્તરને સ્પર્શી, 97 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ ઘટી 14,649ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,195ના સ્તરે ખૂલી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી 15,156ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 12,250 સોદાઓમાં રૂ.1,188.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.330.13 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31.48 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.827.14 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.420 ખૂલી, ઊપરમાં રૂ.466 અને નીચામાં રૂ.292.50 રહી, અંતે રૂ.17 વધી રૂ.375.50 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,032.50 ખૂલી, ઊપરમાં રૂ.1,066 અને નીચામાં રૂ.900 રહી, અંતે રૂ.6 ઘટી રૂ.948 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.86.90 ખૂલી, ઊપરમાં રૂ.93.50 અને નીચામાં રૂ.72 રહી, અંતે રૂ.4.40 ઘટી રૂ.78.70 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.182 ખૂલી, ઊપરમાં રૂ.295 અને નીચામાં રૂ.182 રહી, અંતે રૂ.2 વધી રૂ.266 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.944.50 ખૂલી, ઊપરમાં રૂ.1,049.50 અને નીચામાં રૂ.941 રહી, અંતે રૂ.73.50 વધી રૂ.1,030 થયો હતો.

ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.215 ખૂલી, ઊપરમાં રૂ.255.70 અને નીચામાં રૂ.206.60 રહી, અંતે રૂ.2.60 વધી રૂ.244.50 થયો હતો.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text