આમ આદમી પાર્ટીની ટીમ બુધવારે ટંકારા તાલુકાની મુલાકાતે

- text


ગામડાઓમાં પ્રજાના દરબારમા જઈ સીધો સંવાદ કરશે : પંથકના મોટા માથા ‘આપ’માં જોડાય તેવી ચર્ચા

ટંકારા : આગામી તા. ૨૧ જુલાઈએ આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ ટંકારા તાલુકાની મુલાકાતે આવી રહી છે. આપના આગેવાનો તાલુકાના ગામડાઓમા સીધા જ લોકોના દ્વારે જઈને પ્રજાના દરબારમા જવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. જનસંવેદના કાર્યક્રમ મુજબ ગામડાઓમા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનોને સધિયારો આપવામાં આવશે. કાર્યક્રમમા સ્થાનિક ટીમ સાથે રહેશે.

રાષ્ટ્રના રાજકારણમા પ્રવેશતાની સાથે દિલ્હીમા દમામભેર પગદંડો જમાવી સુશાસન થકી પ્રજામા ભારે લોકચાહના મેળવનારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આગામી ગુજરાતની તમામ ચુંટણીઓ લડવા ખાંડા ખખડાવી રહી છે. ખાસ તો ૨૦૨૨મા વિધાનસભાની તમામ બેઠકો માટે અત્યારથી જ તમામ સ્તરે પાસા ચકાસવાનુ કામ આપે શરૂ કરી દીધુ છે. હાલ ‘આપ’ના ગુજરાત પ્રદેશ કક્ષાની ટીમ સોમનાથથી અંબાજી સુધી જન જનને મળવા જન સંવેદના કાર્યક્રમ હેઠળ રાજ્યમા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનોને મળી સધિયારો આપવા મળી રહ્યા છે.

આ અંતગર્ત આગામી તા. ૨૧ જુલાઈ એ ટંકારા તાલુકામા ‘આપ’ની ટીમ લોકોને મળવા આવી રહી છે. કાર્યક્રમ અંગે માહિતી આપતા ટંકારા શહેરના આપ પ્રમુખ પંકજભાઈ ત્રિવેદીએ જણાવ્યા પ્રમાણે ‘આપ’ના પ્રદેશના ટોચના આગેવાનો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ સહિતના અગ્રણીઓ બુધવારે બપોરે ટંકારા તાલુકા મથકે પહોંચતા તેઓનુ સન્માન બાદ ટુંકુ રોકાણ કરશે.

- text

ત્યારબાદ ૩ થી ૫ વાગ્યા દરમિયાન નેકનામ, ૫ થી ૭ વાગ્યે ટંકારા, ૭ થી ૮ વાગ્યે લજાઈ ગામે પ્રજાને સીધા જ તેના દ્વારે મળશે. રૂટમાં વચ્ચે આવતા દરેક ગામડે કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવાર અને સ્વજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી સધિયારો આપવા જશે. આ દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમ રખાયો નથી. પરંતુ જન-જન સુધી પહોંચી પ્રજાની સીધી મુલાકાત લેવાનો હેતુ છે. સમગ્ર રૂટમા તાલુકાની ‘આપ’ની ટીમ સાથે રહેશે.

મોટા માથા ‘આપ’માં જોડાવાની શક્યતા

આગામી તા. ૨૧મી એ ‘આપ’ની ટીમ ટંકારા તાલુકાની મુલાકાતે આવી રહી છે. એ દરમિયાન પંથકમા ગત ચુંટણી વખતથી સુશુપ્ત થઈ ગયેલ મોટા ગજાના રાજકીય આગેવાન પોતાના અનેક કાર્યકરો સાથે આપમા જોડાઈ એવી ચર્ચા ખાનગીમાં સંભળાતી હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text