ઓફિસ પાસેથી બાઈક લઈને પસાર થવા મામલે જૂથ અથડામણ

- text


મોરબીના મકરાણી વાસમાં બનેલી ઘટનામાં છથી વધુ લોકો ઘાયલ

મોરબી : મોરબીના મકરાણી વાસમાં ઓફિસ પાસેથી બાઈક લઈને નીકળવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બન્ને જૂથના સભ્યો તલવાર, ધોકા, પાઇપ જેવા હથિયારો ધારણ કરી એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. આ જૂથ અથડામણમાં બન્ને જૂથના 6 થી વધુ વ્યક્તિઓને ઇજા થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના મકરાણી વાસમાં રહેતા રેહમાનભાઇ ઉર્ફે રણમલ હાજીભાઇ મુસાણી (ઉ.વ- ૪૦) એ ઇરફાન યારમહમદભાઇ બ્લોચ, ઇસ્માલ યારમહમદભાઇ બ્લોચ, નદિમ ઉર્ફે ધારીયો મકરાણી, તોસીફ મેહબુબભાઇ મકરાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭ ના રોજ સાંજના પોણા છએક વાગ્યાના અરસામા ફરીયાદીનો દિકરો શેહજાદ એક આરોપીની ઓફિસ સામે શેરીમાંથી બાઇક લઇને નીકળતો હોય તે આરોપીઓને સારુ નહી લાગતા ફરીના ઘર પાસે શેરીમા આવી ફરિયાદીને તારો છોકરો ના પાડેલ છે તેમ છતા કેમ મારી ઓફિસ સામેથી બાઇક લઇ નીકળે છે તેવુ કહી આરોપી એ તલવાર વડે ફરિયાદીને માથાના ભાગે તલવારનો ઘા મારી ઇજા કરતા સાહેદો ફરિયાદકને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ સાહેદ હુશેનભાઇને બન્ને પગના ભાગે તલવાર વડે ઇજા કરી તથા સાહેદ મદિનાબેન તથા નુરજહાબેન તથા સાહેદ હાજીભાઇને આરોપીઓએ લાકડા ધોકા વતી માર તથા સાહેદ હુશેનભાઇને દાઢીના ભાગે સોડાની બોટલ મારી તથા ચારેય આરોપીઓએ સોડા બોટલના છુટ્ટા ઘા કરી ફરિયાદી તથા સાહેદોને નાની મોટી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

સામાપક્ષે અનવરભાઇ મુસાભાઇ કુરેશી (ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.મોરબી સીપાઇવાસ ઉસ્માની મસ્જીદ સામે) એ આરોપીઓ મહમદભાઇ હાજીભાઇ મુસાણી, રહેમાન હાજીભાઇ મુસાણી, હાજીભાઇ મુસાણી, હુશેનભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ આશીફભાઇ બ્લોચ રોડની સાઇડમા ઉભેલ હોય તેમ છતા આરોપીએ રોડની સાઇડમા રહેવાનુ કહી ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી આરોપીઓએ છરી અને ધોકા વડે ફરીયાદીને જમણી આંખ,વાસામાંના ભાગે ઇજા કરી તથા સાહેદ આશીફભાઇને વાંસામા સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text