સમાજના યુવાનોને પગભર કરવા અગ્રણીની અનોખી પહેલ

- text


વાંકાનેરના વતની અનુસૂચિત સમાજના અગ્રણીએ મોબાઈલની દુકાનધારકોને એસેસરીઝની સહાય આપી

વાંકાનેર : વાંકાનેરમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ નાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાની મેળે રોજગારી મેળવી રહ્યા છે તેવા લોકોનો જુસ્સો જળવાઈ રહે અને તેમને આર્થિક ટેકો પણ મળી રહે તેવી ભાવનાથી મૂળ વાંકાનેરના કેરાળા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાઈ થયેલા સી. એન. અંબાલિયા એ નાના વ્યવસાયકારોને જરૂરિયાત મુજબની કીટ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સમાનતાનો હક્ક આપ્યો છે. જેના કારણે સમાજની પ્રગતિ થઈ છે પરંતુ હજી પણ ઘણા લોકો અશિક્ષિત, અંધવિશ્વાસમાં માનનારા અને ગરીબીમાં જીવી રહ્યા છે. ત્યારે સમાજના શિક્ષિત, બુદ્ધિજીવીઓ અને સમાજ ચિંતકો એ સમાજને ‘પે બેક ટૂ સોસાયટી’ સૂત્રને અપનાવવાનો સમય આવી ગયો છે.

આવા ઉમદા વિચારો સાથે સમાજના અગ્રણી સી. એન. અંબાલિયા એ વાંકાનેર ખાતે અનુસૂચિત જાતિના લોકો કે જેઓ મોબાઈલની દુકાન ધરાવે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે અને તેમનો જુસ્સો વધારવા માટે દરેક વ્યક્તિઓને 20-20 હજારની મોબાઈલ એસેસરીઝ આપી તેમને આર્થિક મદદ કરી હતી. નાના વ્યવસાયકારો પોતાનો વ્યવસાય સારી રીતે ચલાવી શકે અને તેમનો જુસ્સો પણ જળવાઈ રહે તેવા હેતુથી વાંકાનેર ખાતે મોબાઇલની દુકાન ધરાવતા 7 જેટલા દુકાનધારકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વાંકાનેરના પેડક ખાતે આવેલ સિધ્ધાર્થ ભવન ખાતે પ્રોત્સાહિત અને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે સમાજ માટે તેમજ કેરાળાના ગ્રામજનો માટે સમાજ સેવાનું કામ કરનાર સ્વ. કેશુભાઈ અંબાલિયાનું સન્માન માટે તેમના પત્નીને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ તેમજ શુભચિંતકો એકઠા થયા હતા અને તમામે પોતાના વક્તવ્ય દરમિયાન બાબા સાહેબ આંબેડકરના વિચાર ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ પર ભાર મુક્યો હતો. આ તકે સી. એન. અંબાલિયા એ પોતાના વકતવ્ય દરમિયાન વાંકાનેર ખાતે અનુસૂચિત સમાજના યુવક અને યુવતીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમના માટે એક ભવનનું નિર્માણ કરવામાં આવે તેવી ટકોર કરી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text