હળવદ હાઈ-વે પર કાર પલટી મારી જતા દંપતીનું મોત

- text


કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો : એક ઇજાગ્રસ્ત

હળવદ : હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક ગત મોડી રાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ આવી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા ૩ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત રાત્રિના હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક અમદાવાદ તરફથી હળવદ તરફ આવી રહેલ કાર નંબર જી.જે.૧૩-સી.ઓ.૦૭૧૫ ડિવાઈડર સાથે અથડાતા બેથી વધુ વખત પલટી મારી ગઇ હતી. જેથી, કારમાં સવાર શામજીભાઈ ભાવજીભાઈ ટાંક (રહે અમદાવાદ) અને તેમના પત્ની જીકુબેન શામજીભાઈ ટાંકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

જ્યારે અનિરુદ્ધભાઈ હીરાભાઈ ડોડીયા (રહે ભલગામડા)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108ની મદદથી હળવદ સરકારી હોસ્પિટલને લઈ આવવામાં આવ્યા હતા. જો કે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. પી. જી. પનારા, વિનુભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ દ્વારા મૃતદેહોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજતા ટાંક પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text