ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના કાકા સુંદરજીભાઈનું નિધન

- text


મોરબી : મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકા અને માળીયા મીયાણા પંથકના આગેવાન સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાટણના ડી.ડી.ઓ. રમેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું 85 વર્ષની વયે ગઇકાલે અવસાન થયું છે. સુંદરજીભાઈ મેરજા એ ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી. માળીયા તાલુકામાં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે હોંશભેર લેવાતું હતું.

માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા તેમણે 1994માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલું હતું. ત્યારે તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ હતા. અને ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા. તેમના અવસાનથી મોરબી પંથકે એક સેવાભાવી અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે. ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા IAS રમેશ મેરજા સહિતના લોકો જોડાયા હતા. તેમનું ટેલીફોનીક બેસણું તા. 15ને સાંજે 3થી 6 કલાકે રાખેલ છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text