હળવદ પંથકમાં વધુ એક ગૌવંશ ઉપર એસિડ એટેક

- text


ઉપરાછાપરી ગૌવંશ ઉપર હુમલા છતાં નેતા કે જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ

હળવદ : હળવદ પંથકમાં વધુ એક ગૌવંશ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના પલાસણ ગામે ગૌવંશ ઉપર નિર્દયતાપૂર્વક નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમાંય ઉપરાછાપરી ગૌવંશ ઉપર હુમલા છતાં નેતા કે જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.

હળવદ તાલુકાના પલાસણ ગામે ગૌવંશ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા આ ગૌવંશ ઉપર કોઈ નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ એસિડ એટેકમાં ગૌવંશને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે ગૌપ્રેમીઓ દ્વારા આ ગૌવંશની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ગૌવંશ ઉપર હુમલાઓ રોજિંદા બની જવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

હળવદ પંથકમાં ભૂતકાળમાં અનેક ગૌવંશ ઉપર હુમલના બનાવો બન્યા છે. તેમજ હમણાંથી ફરી ગૌવંશને નરાધમોએ ટાર્ગેટ કરીને એસિડ કે કુહાડી જેવા હથિયારોથી ઘાતક હુમલા કરતા હોવાનો સંખ્યાબંધ બનાવો બહાર આવ્યા છે. દરરોજ એક પછી એક ગૌવંશ હુમલાની ઘટના સામે આવે છે. પણ પોલીસ કે જવાબદાર નેતાએ ચુપકીદી સાધી લીધી હોય એમ કોઈ કાર્યવાહી ન કરતા નરાધમોની હિંમત વધી ગઈ છે અને પોલીસને પડકાર ફેકતા હોય એમ આવા હીંચકરા બનાવો ચાલુ રાખતા પોલીસ તંત્ર આ ચેલેન્જને સ્વીકારી નરાધમો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text