માળીયા નજીક કારની હડફેટે તુફાન જીપના ડ્રાઇવરનું મોત

- text


ગત એપ્રિલ માસમાં સર્જાયેલા અકસ્માતના બનાવના ગઈકાલે કાગળિયા આવતા અંતે કાર ચાલક સામે નોંધાયો ગુન્હો

માળીયા : માળીયા નજીક કારની હડફેટે તુફાન જીપના ડ્રાઇવરનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગત એપ્રિલ માસમાં સર્જાયેલા અકસ્માતના બનાવના ગઈકાલે કાગળિયા આવતા અંતે કારચાલક સામે નોંધાયો ગુન્હો હતો.માળીયા પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ માળીયા (મી.) નજીક આવેલ ક્યુલેક્ક્ષ ટાઇલ્સના કારખાનાની ઓરડીમા રહેતા રૂબીસીંગ સમરત કાવડે (ઉ.વ.૨૮) એ આરોપી આઈ ૨૦ ગાડી નંબર જી.જે ૧૦ બી.આર ૭૭૧૫ વાળીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ એપ્રિલ ના રોજ રાત્રીના આશરે સાડા ત્રણેક વાગ્યે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર વિદરકા ગામના પાટીયા પાસે ડીસન્ટ હોટલ સામે આરોપીએ પોતાના હવાલાવાળી કાર પુરઝડપે અને બેફિકરાઈથી ચાલવી તુફાન જીપ સાથે અથડાવી તુફાન ગાડી નં M.P 48 C 2568 વાળીના ડ્રાઇવરને માથાના પાછળના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તુફાનના ડ્રાઇવર કરણ ગુલાબસીંગ રાજપુતનુ મુત્યુ નિપજાવી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મધ્યપ્રદેશના મુલતાઇ પોલીસ સ્ટેશનથી થયેલ કાગળો ટપાલ મારફતે ગઈકાલે આવતા ફરીયાદ મોડી દાખલ થઈ છે. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text