આધુનિક રાજપર ગામે હવે તળાવમાં બોટિંગની સુવિધા શરૂ

- text


લોકોને હાલમાં વિનામૂલ્યે બોટીંગ કરવાની સુવિધા, તળાવમાં બોટીંગ વખતે સલામતી માટે લાઈફ જેકેટની સુવિધા અને તરવૈયાને તૈનાત કરાયો

મોરબી : મોરબી શહેરે વિકાસ તો અકલ્પનિય સાધ્યો છે. પણ ખાસ કરીને હરવા ફરવા અને મનોરંજનની ખૂબ જ ઓછી સુવિધાઓ હોવાથી લોકોને હરવા ફરવા માટે અન્ય મોટા શહેરોમાં દોટ મુકવી પડે છે ત્યારે હવે ખાસ કરીને મોરબીવાસીઓ માટે પ્રથમ વખત બોટિંગની સુવિધાઓ ઉપલબ્ધ સાકાર થઈ છે. જેમાં મોરબીની નજીક આવેલા રાજપર ગામે તળાવમાં બોટીંગની સુવિધાનું આજે લોકર્પણ કરવામાં આવ્યું છે. જેમાં હાલ બે બોટ મુકવામાં આવી છે અને તળાવમાં બોટીંગ વખતે લોકોની સલામતી માટે લાઈફ જેકેટની સુવિધા સાથે તરવૈયાને તૈનાત કરાયો છે.

મોરબીના રાજપર ગામે રહેતા બાલવાટીકા ટીમના અગ્રણી હિતેશભાઈ મારવણીયાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં આવેલ તળાવ લોકોના આનંદ પ્રમાદનું કેન્દ્ર બને તે માટે આ તળાવને અદભુત બનાવવા કમરકસી હતી. આ તળાવ ખૂબ જ સ્વચ્છ અને આજુબાજુમાં નયનરમ્ય વાતાવરણ હોવાથી પહેલેથી મોરબી શહેર અને આસપાસના લોકો અહીં આવીને આનંદ મેળવતા હતા. ત્યારે આ તળાવ અને આજુબાજુના સ્થળને વધુ સારી રીતે વિકસિત બનાવી શકાય તે માટે ગામના સરપંચ કરમશીભાઈ મારવણીયાના માર્ગદર્શન હેઠળ બાલવાટીકા ટીમ બનાવી હતી. આ બાલવાટીકા ટીમમાં પ્રહલાદભાઈ મારવણીયા, નિલેશભાઈ મુંદડિયા, તાલુકા પંચાયતના સદસ્ય કેતનભાઈ મારવણીયા સહિતની સમગ્ર ટીમે લોકફાળાથી તળાવ આસપાસના સ્થળને સુંદર ઉપવન બનાવી દીધું છે.

તળાવમાં એક પાર્ક બનાવમાં આવ્યો છે. જેમાં બાલવાટીકા બનાવીને તેમાં બાળકો તેમજ મોટેરાઓ માટે રમતગમત અને મનોરંજનની તમામ સુવિધાઓ જેવી કે 20 થી વધુ નાની મોટી રાઈડસ, વ્યવસ્થિત લોન, આસપાસમાં ઘનઘોર વૃક્ષો અને તળાવને ચારેકોર ફરતે કોર્ડન કરી લેવામાં આવ્યું છે. આ બાલવાટીકામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. મોરબીમાં આ પ્રકારની સુવિધાઓ ન હોવાથી મોટાભાગના મોરબીવાસીઓ રાજપર ગામે આવીને મોજ માણે છે ત્યારે આ બાલવાટીકામાં અને તળાવમાં લોકોને વધુ સારી મનોરંજન સુવિધાઓ આપવા માટે થોડા સમય અગાઉ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી આસપાસ લોકોને હરવા ફરવા કે બોટીંગ માટે કોઈ સુવિધા ન હોવાથી રાજપર ગામના તળાવમાં આ સુવિધા ઉપલબ્ધ કરવાનો બાલવાટીકા ટીમે નિર્ણય.લઈને અમલમાં મુક્યો હતો અને આજે તળાવમાં બે બોટ મુકવામાં આવી છે.

રાજપર ગામે આજે તળાવમાં બે બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ પેડલ બોટ રાખવામાં આવી છે. પરંતુ આગામી સમયમાં એન્જીન બોટ વસાવવામાં આવશે તેમજ આગામી સમયમાં કુલ પાંચ બોટ ઉપલબ્ધ કરવામાં આવશે અને હાલના તબબકે બોટીંગ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ. પણ આગામી સમયમાં ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવશે. આ લોકફાળાથી જ બોટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત બોટીંગ કરનાર લોકોની સલામતી માટે 20 જોડી લાઈફ જેકટની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ડૂબી જાય તો તેને તરત જ બચાવી શકાય તે માટે એક કુશળ તરવૈયા મગનભાઈને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેમજ સીસીટીવી કેમેરાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

હાલમાં અહીંયા પાણીની ફુવારા મુકવાનું કામ ચાલુ છે અને ઓપન ટ્રેન મુકવામાં પણ આવશે. ટૂંકમાં આ તળાવને કાંકરિયા તળાવ જેવું બનાવવાની નેમ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text