મોરબી જિલ્લામાં કોવિડ જાહેરનામા ભંગ બદલ 11 સામે કાર્યવાહી

- text


માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 6 સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે કોવિડ જાહેરનામા ભંગ બદલ 11 સામે કાર્યવાહી કરી હતી. જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 6 સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જિલ્લામાં એકમાત્ર ટંકારામાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ભંગનો એક જ કેસ નોંધાયો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાની એક્દમ નોર્મલ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વધુ કેટલીક છૂટછાટો જાહેર કરાતા હવે કોવિડ જાહેરનામા ભંગના કેસમાં ઘટાડો થયો છે. પણ સાવચેતી ખાતર અમુક નિયત્રણો યથાવત રાખતા પોલીસ હજુ કોવિડ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવા એક્શન મોડ ઉપર છે. ત્યારે મોરબીમાં ગત રાત્રે મોડે સુધી દુકાનો ખુલ્લી રાખી કોવિડ જાહેરનામાના ભંગ બદ્દલ આઈસ્ક્રીમની દુકાનના માલિક, આ દુકાને ઓટલે બેઠેલા એક વ્યક્તિ, રસગોલાની દુકાનના માલિક, માસ્ક વગર જાહેરમાં ફરતા બે વ્યક્તિ, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા એક રીક્ષાચાલક, માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા એક વ્યક્તિ તેમજ વાંકાનેરમાં માસ્ક.પહેર્યા વગર નીકળી અને ઉપરથી દંડ ભરવાની આનાકાની કરતા એક વ્યક્તિ નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા એક રીક્ષાચાલક અને ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા રીક્ષાચાલક સહિત 11 સામે પોલીસે કોવિડ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text