મોરબીમાં સખી કલબ દ્વારા હેલ્થકેરનો સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીમાં સખી કલબ દ્વારા હેલ્થકેરનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.

મોરબી ખાતે સખી કલબ દ્વારા ગઈકાલે રવાપર રોડ પર આવેલા ઉમા હૉલમાં હેલ્થકેરના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજકોટથી નેચરોથેરાપીસ્ટ અંજુબેન પડલિયા આવ્યા હતા અને તેમને કઈ રીતે નેચરોપેથી દ્વારા રોગો તેમજ સ્કિન અને હેરને લાગતા પ્રોબ્લેમને દૂર કરી શકાય તેના વિશે નૉલેજ આપ્યું હતું. જેમાં માટી દ્વારા તથા માટીમાંથી બનાવેલી દવા તેમજ માટીમાંથી બનાવેલા સ્કિન કેર અને હેરકેરના પ્રોડક્ટથી કઈ રીતે ઈલાજ કરવો તેના વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, સેમિનારમાં આવેલ તમામ મહિલાઓને માટીનું ફેસિયલ કરી દેવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આવનારને દરેકને માટીની પ્રોડક્ટ ભેટ રૂપે આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં સખી કલબ નેચરોપેથી આધારિત સાત દિવસની શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિર વિશે માહિતી આપતા સખી કબલ ચલાવતા નિધિબેન પટેલ એ જણાવ્યું હતું કે આ શિબિરમાં માટી દ્વારા તેમજ પાણી દ્વારા ચિકિત્સા કરવામાં આવશે. અને તેમાં યોગ તેમજ આહાર ચિકિત્સા પણ સામેલ હશે. આ દરેક ઉપચાર દ્વારા તમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. વધુ માહિતી માટે નિધિ પટેલ (70464 22118)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text