વવાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ચિત્ર સ્પર્ધા યોજીને વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. ૧૧ જુલાઈને રવિવારના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિતે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉજવણી કરવાના હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાફ દ્વારા અલગ-અલગ ચિત્રો દોરીને લોકોમાં કુટુંબ નિયોજન અંગે જાગૃતિ આવે એવા સંદેશો સપનામાં આવ્યા હતા. સુખનો મંત્ર રાખજો યાદ, બીજું બાળક ૩ વર્ષ બાદ, કુટુંબ નાનું હશે તો થશો આબાદ જેવા સૂત્રો સાથે જનજાગૃતિ માટે ચિત્ર દોરવામાં આવ્યા હતા. તેમજ બાળકને વધુ સારી રીતે શિક્ષણ આપી શકાય અને બાળકને સ્વસ્થ રાખી શકાય તે માટે નાનું કુટુંબ રાખવા સર્વે માતા-પિતાને પ્રા.આ. કેન્દ્ર વવાણીયા તરફથી યાદીમાં નમ્ર અપીલ કરવામાં આવેલ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text