મોરબી અને ટંકારામાં છૂટો છવાયો વરસાદ

- text


મોરબી : મોરબીમાં આજે સવારથી અસહ્ય બફારો અને ઉકળાટ વચ્ચે બપોરના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બપોરના સમયમાં વાતાવરણ ગોરભાયું હતું. બપોરના સમયે જોરદાર ઝાપટું પડી ગયા બાદ સાંજના સમયે પણ વરસાદી ઝાપટું વરસી ગયું હતું. એકંદરે આજે મોરબી અને ટંકારામાં છૂટો છવાયો વરસાદ પડયાના અહેવાલ મળ્યા છે.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી વરસાદના સતાવાર આંકડાની મળેલી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન મોરબીમાં માત્ર 2 મીમી અને ટંકારામાં 8 મીમી જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય ત્રણેય તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. જો કે મોરબીમાં બપોર પછીથી ભયાનક બફારા સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું અને ગાજવીજ સાથે બપોરથી સાંજ સુધીમાં જોરદાર બે વખત ઝાપટું વરસી ગયું હતું અને હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. તેથી લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોના હૈયે મેઘરાજા મન મુકીને વરસી પડે તેવી આશા બંધાઈ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text