2500 લીટર બાયોડીઝલ સાથે વધુ એક હરતો ફરતો પંપ ઝડપાયો

- text


એલસીબીએ વાહનમાં ટાંકો તથા ફયુલપંપ ફીટ કરી અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા વાહનોમાં બાયોડીઝલ ભરી તેનું વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો

મોરબી : રાજ્ય સરકારે ગેરકાયદે બાયોડીઝલના વેચાણ ઉપર તૂટી પડાવાનો આદેશ આપતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં મોરબી એલસીબીએ આજે બાતમીના આધારે બહાદુરગઢ ગામ નજીક 2500 લીટર બાયોડીઝલ ભરેલું મેટાડોરને ઝડપી લીધું હતું. એલસીબીએ આ વાહનમાં ટાંકો તથા ફયુલપંપ ફીટ કરી અલગ અલગ જગ્યાએ જુદા જુદા વાહનોમાં બાયોડીઝલ ભરી તેનું વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને કુલ રૂ.3.58 લાખનો મુદામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ મોરબી જીલ્લામાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા એલસીબીને સૂચના આપી હતી. આથી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન પો. કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે રેઇડ કરી હતી.

પોલીસની રેઇડ દરમિયાન ટાટા-૪૦૭ ગાડી નંબર GJ-02-V-9273 ના ઠાઠામાં લોખંડનો ટાંકો ફીટ કરી તેની સાથે ફયુલપંપ નળીઓ લગાવી બાયોડીઝલનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. રેઇડ દરમ્યાન ટાટા-૪૦૭ તથા સફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે 2500 લીટર કિ.રૂ. 1,75,000 જથ્થો તથા ટાંકો, ફયુલપંપ ગાડી, મોબાઇલફોન નંગ-1 તથા બાયોડિઝલ વેચાણના રોકડા રૂ. 3000 મળી કુલ રૂ. 3,58,210 નો  મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

આ બનાવ અંગે સીઆર.પી.સી.કલમ ૧૦૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને હવાલે કયો છે. મોરબી એલસીબીને ચોરી છુપી વાહનમાં ટાંકો તથા ફયુલપંપ ફીટ કરી અલગ અલગ જગ્યાએ જુદા જુદા વાહનોમાં ગે.કા. રીતે બાયોડીઝલ ભરી તેનું વેચાણ કરતા વાહન બાયો ડીઝલનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text