આંગણવાડીના 14 લાખ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરશે ગુજરાત સરકાર

- text


રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી મળશે આગવી ઓળખ

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ સાથે રાજ્યભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. જે અન્વયે રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે.

- text

કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ પણ ગુજરાતે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કરી છે. કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે મહિલા બાળ વિકાસ કમિશનર કે કે નિરાલા તેમજ આઇ સી ડી એસ નિયામક મોદી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકો-મહાનગરોમાં પદાધિકારીઓશ્રી યુનિફોર્મ વિતરણના વર્ચ્યુલ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભૂલકાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે યુનિફોર્મ વિતરણ કરવા સાથે આગવી સંવેદના દર્શાવતા આ બાળકોને પોતાના તરફથી ભેટ અર્પણ કરી હતી.

- text