વેક્સિનની અછત વચ્ચે મોરબી જિલ્લામાં ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ વેપારીઓ ઝપટે  

- text


કોવિડ જાહેરનામા ભંગ સબબ 20 સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ગઈકાલે કોવિડના જાહેરનામા ભંગ સબબ 20 સામે કાર્યવાહી કરી હતી. તેમજ નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ડઝનેક વાહનચાલકો અને કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ વેપારીઓ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. જો વેક્સિનની અછત વચ્ચે પોલીસ કાર્યવાહીથી વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

- text

મોરબી શહેરમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતો એક, નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 6 રીક્ષાચાલકો, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2, વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં ત્રણ સવારી બાઇકમાં નીકળેલા 1, માસ્ક વગર નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલક અને એક ઇકો કારચાલક, માળીયામાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, ટંકારા અને હળવદમાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ વેપારીઓ સહિત 20 સામે પોલીસે કોવિડના જાહેરનામા ભંગ સબબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text