79 અધિકારીઓની બદલી : મોરબીના અધિક કલેકટર કેતન જોશી નવસારી મુકાયા, એન.કે.મુછાર નવા અધિક કલેકટર

- text


ડેપ્યુટી ડીડીઓ વસૈયાની પણ બદલી : ડીઆરડીએમાં જામનગરથી જોશી મુકાયા

મોરબી : આજે જીએએસ કલાસ-1 કેડરના 79 અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતર્યો છે. જેમાં મોરબી જિલ્લાના અધિક કલેકટર કેતન જોશી અને ડે.ડીડીઓ પી.વી. વસૈયાની પણ બદલીનો ઓર્ડર થયો છે.

તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી બાદ રાજ્ય સરકારે આજે એકસામટા 79 જીએએસ કલાસ 1 અધિકારીની બદલીના હુકમો કર્યા છે. જેમાં મોરબીના અધિક કલેકટર કેતન જોશીની નવસારી અધિક કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ મોરબીના નવા અધિક કલેક્ટર તરીકે ગાંધીનગરમાં રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર કચેરીના એન.કે. મુછારને મુકવામાં આવ્યા છે.

આ સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસૈયાની ડેપ્યુટી કમિશનર, ઓફિસ ઓફ ધ ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ સાથે ડીઆરડીએના ડિરેકટરના હોદા પર ઇલાબેન ગોહિલ ચાર્જમાં હતા. આ જગ્યાએ જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ. જોશીની નિમણુંક કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ મોરબીમાં પ્રાંત ઉપરાંત અધિક કલેકટર આ બન્ને હોદા ઉપર ફરજ બજાવી છે. તેઓએ પોતાના કાર્યકાળમાં અનેક સંવેદનશીલ નિર્ણય લઈને પોતાના માનવતાવાદી અભિગમનો પરચો આપ્યો છે. ખૂબ મળતાવળા અને મદદરૂપ થવાના સ્વભાવને કારણે સ્ટાફમાં પણ તેઓએ પારિવારિક વાતાવરણ ઉભું કર્યું હતુ. તેઓ હંમેશા અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ વધારતા હતા.

વધુમાં તેમની જગ્યાએ મુકાયેલ એન.કે. મુછાર પણ અગાઉ મોરબીમાં ફરજ બજાવી ગયા હોય તેઓ મોરબીના ભૂગોળથી તેમજ અન્ય પરિસ્થિતિથી વાકેફ છે.

- text