ખેડૂતોને પાણી મળે તે માટે પ્રભારી, સાંસદ અને ધારાસભ્ય પ્રયત્નશીલ : કેતન વિડજા

- text


ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાવા તેમજ ધીરજ રાખવા શિક્ષણ સમિતિના સભ્યની અપીલ

મોરબી : નર્મદા યોજનામાં છેવાડાના માળીયા બ્રાન્ચ કેનાલ વિસ્તારના ખેડૂતોને પાણી નહિ મળવા મૂદે પૂર્વ ધારાસભ્ય અમૃતિયા દ્વારા 48 કલાકના અલ્ટીમેટમને પગલે રાજકારણ ગરમાયુ છે તેવા સમયે જ ખાખરેચીના અગ્રણી અને શિક્ષણ સમિતિના સભ્ય કેતન વિડજાએ ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાવા અને ધીરજ રાખવા અનુરોધ કરી પ્રભારી મંત્રી, સાંસદ અને ધારાસભ્ય ખેડૂતોને પાણી મળે તે માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના સભ્ય અને ખાખરેચીના અગ્રણી કેતન વિડજાએ જણાવ્યું હતું કે નર્મદા યોજનાની માળીયા કેનાલમાં વધુ પાણી છોડાયું છે. ખેડૂતો ધીરજ રાખે, સાંસદ મોહનભાઇ, માર્કેટિંગ યાર્ડ પ્રમુખ મગનભાઈ, ધારાસભ્ય બ્રિજેશભાઈ, જિલ્લા અને તાલુકા ભાજપ હોદેદાર, તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓનો પરિશ્રમ પરિણામ લાવી રહ્યો છે.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ માળીયાના છેવાડાના ખેડૂતોને પાણી મળી રહે તે માટે જરૂરી સૂચના આપી છે ઉપરાંત પ્રભારી મંત્રી સૌરભ પટેલ પણ પાણી પ્રશ્ને સતત કાળજી લઈ રહ્યા છે.

- text

દરમિયાન મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા છેલ્લા 8 દિવસથી દરરોજ નર્મદા નિગમના ચેરમેન, સચિવ, કેનાલ ઈજનેરો સાથે સતત સંપર્ક માં રહી 800 ક્યુસેક પાણી છોડાવ્યું છે અને હાલમાં હળવદના ગામડાઓમાં પાણીનો વ્યય અટકાવવા પગલાં પણ લેવાયેલ છે. ત્યારે પાણી માટે અગ્રણીઓ સતત મહેનત કરી રહ્યા છીએ, ત્યારે ખેડૂતો અન્યની વાતમાં ગુમરાહના થાય તેવી અપીલ પણ તેમને અંતમાં કરી છે.

- text