મોરબી જિલ્લા ભાજપના મંત્રી તરીકે નિકુંજ કોટકની નિમણુક

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપના મંત્રી તરીકે રાજકીય અને સામાજિક અગ્રણી નિકુંજ કોટકની નિમણુક કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક RRSના સ્વયંમ સેવક છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શહેર મંત્રી, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી શહેર મંત્રી અને મોરબી શહેર ભાજપના મંત્રી રહી ચૂક્યા છે. હાલ તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક મોરબી શાખાની વિકાસ સમિતિના સભ્ય, અભિવક્તા પરિષદના અઘ્યક્ષ અને 8-10 બેંકમાં પેનલ એડવોકેટ તેમજ કુલ છ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. હવે તેઓ મોરબી જિલ્લા ભાજપના મંત્રી પદે નિમણૂક થતા સંબંધીઓ, મિત્રો અને અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

- text