વાંકાનેર : વોડકાની બોટલ સાથે બે બાઇકસવાર પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં પોલીસ દ્વારા વોડકાની બોટલ સાથે બાઇકમાં સવાર બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

- text

ગઈકાલે તા. 1ના રોજ ઢુવા ગામની ચોકડી પાસે હિતેશભાઇ રાજુભાઇ કુણપરા અને મનસુખ ટપુભાઇ ડાભી હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી. નંબર GJ-13-AF-8349 માં આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વાઇટ લેક વોડકાની 1 બોટલ (કી.રૂ. 300)ની હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે બાઈક અને વિદેશી દારૂ મળી કુલ રૂ. 30,300નો મુદામાલ કબ્જે કર્યો છે અને બંને આરોપીઓની અટકાયત કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text