મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ 24 સામે કાર્યવાહી

- text


બપોરે 3 વાગ્યા પછી ચાઈનીઝની લારી ખુલ્લી રાખનાર ધારક, કફર્યુનો ભંગ કરતા 3 અને સોશ્યલ તથા માસ્કનો ભંગ કરતા ડઝનક રીક્ષાચાલકો સામે કાર્યવાહી

મોરબી: મોરબી જિલ્લામાં મંગળવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના જાહેરનામાનો ભંગ કરતા 24 લોકોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે બપોરે 3 વાગ્યા પછી ચાઈનીઝની લારી ખુલ્લી રાખનાર ધારક, કફર્યુનો ભંગ કરતા 3 અને સોશ્યલ તથા માસ્કનો ભંગ કરતા ડઝનક રીક્ષાચાલકો તથા અન્ય ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.

- text

મોરબીમાં પોલીસે 3 વાગ્યા પછી ચાઈનીઝની લારી ખુલ્લી રાખીને વેપાર કરતા તેના માલિક, નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 7 રીક્ષાચાલકો, માસ્ક વિના જાહેરમાં નીકળેલા 2, રાત્રી કફર્યુનો ભંગ કરતા રીક્ષા ચાલક સહિત 3, વાંકાનેરમાં માસ્ક બાંધ્યા વગર વેપાર કરનાર પ્રોવિઝન સ્ટોરના માલિક તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 રીક્ષાચાલક, 1 ઇકો કારચાલક, માસ્ક વગર નીકળેલ બાઈકચાલક, માળીયા (મી.)માં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે પાન-માવાની દુકાનના માલિક, 1 રીક્ષાચાલક અને ટંકારામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 1 રીક્ષા અને 1 ઇકો કારચાલક તેમજ હળવદમાં જાહેરનામાનો ભંગ કરનાર 2 રીક્ષાચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text