બી.કોમ.ના સેમેસ્ટર-1ના પરિણામમાં મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજનો દબદબો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 1 (ન્યુ કોર્ષ)નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર. ઓ. પટેલ મહિલા કોલેજનું 84.50% જેટલું રીઝલ્ટ મેળવીને બી.કોમ. સેમેસ્ટર 5 અને 3 બાદ સેમેસ્ટર 1માં પણ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.

બી.કોમ. સેમેસ્ટર 1માં કોલેજમાં પ્રથમ નંબરે પટેલ નિરાલીબેન બળદેવભાઈ (652/800), બીજા નંબરે ચાવડા નિકીતાબેન હસમુખભાઈ (651/80‌0), ત્રીજા નંબરે જાડેજા મોહિનીબા જયેન્દ્રસિંહ (646/800), ચોથા નંબરે વાંક ધારાબેન જયેશભાઈ (644/800), પાંચમા નંબરે હિરાણી રચનાબેન વિમલભાઈ (641/800) સ્થાન મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે.

તદુપરાંત, Financial Accounting વિષયમાં 2 વિદ્યાર્થીનીઓએ 100માંથી 100 માર્ક મેળવી સાથોસાથ Accounting વિષયમાં 2 વિદ્યાર્થીનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. તેમજ Financial Accounting વિષયમાં 4 વિદ્યાર્થીનીઓએ 70 માંથી 70 માર્ક મેળવી સાથોસાથ Accounting વિષયમાં 10 વિદ્યાર્થીનીઓએ 70 માંથી 70 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સફળતા હાંસલ કરી છે. કુલ 286 વિદ્યાર્થીનીઓમાંથી 215 વિદ્યાર્થીનીઓ એટલે કે 75.20% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે.

સર્વે વિદ્યાર્થીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

- text