મોરબી : કોરોના કાળમાં જીવના જોખમે કામગીરી કરનાર પોલીસ બેડાને બિરદાવતા ઉદ્યોગપતિ

- text


સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ પ્રજાના જાનમાલના રક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર જિલ્લા પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં હવે કોરોનાની બીજી લહેરમાં કેસ સતત ઘટતા રાહત થઈ છે. ત્યારે મોરબી સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ પોલીસ બેડાની કામગીરીને બિરદાવી છે. તેઓએ કોરોના કાળમાં પ્રજાના જાનમાલના રક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર જિલ્લા પોલીસ બેડાની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા છે.

- text

મોરબીમાં જાણીતા સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર અને સમાજ સેવક ગોવિંદભાઈ વરમોરાએ કોરોના કાળમાં જીવન જોખમે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર મોરબી જિલ્લા પોલીસ બેડાંની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં 3 કે 4 કેસ આવવાથી અનેક નાની-મોટી સરકારી કચેરીઓ દિવસો સુધી બંધ રહી હતી. પણ એક-એક પોલીસ સ્ટેશનમાં 10થી વધુ કોરોના કેસ આવવા છતાં હજુ સુધી કોઈ પોલીસ સ્ટેશનના દ્વાર પ્રજા માટે ક્યારેય બંધ થયા નથી. તેમજ એકેય પોલીસ જવાને કોરોનાથી ડરીને પોતાની ફરજ છોડી નથી. બલ્કે જીવના જોખમે પ્રજાના જાનમાલના રક્ષણ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી અને હજુ પોલીસ જવાનો ફરજ બજાવ્યે જ જાય છે. ત્યારે તમામ જિલ્લા પોલીસ બેડાંને સો-સો સલામ છે તેમ ઉમેરી સમગ્ર જિલ્લા પોલીસ બેડાની કામગીરીને બિરદાવી હતી.

- text