મોરબીમાં રાત્રીના સમયે કોરોના ટેસ્ટ કરાયા

- text


તાલુકા હેલ્થ ઓફિસરે ટીમને બિરદાવી

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં રાહત જોવા મળી છે. પરંતુ કોરોનાના સંક્રમણનો ખતરો હજુ પણ ટળ્યો નથી. ત્યારે મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા મોરબીમાં રાત્રીના સમયે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે માટે તાલુકા હેલ્થ ઓફિસરે ટીમને બિરદાવી હતી.

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવાની તકેદારીના ભાગરૂપે મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાત્રીના સમયે મોરબીમાં છ અલગ-અલગ સ્થળોએ RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગેંડા સર્કલે mphw ગોસાઈ અક્ષયગિરી, ગોસાઈ વિજયગીરી તથા મહેન્દ્ર બારીયા એ રાત્રે RTPCR સેમ્પલ કલેક્ટ કરેલ હતા. જેની તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા દ્વારા નોંધ લઇ તેઓને બિરદાવવામાં આવેલ છે.

- text

- text