ટંકારામાં એક્ટિવા સાઈડમાં લેવા મામલે યુવતીને ફડાકા ઝીંકાયા

- text


બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા-લતીપર રોડ ઉપર સરાયા ગામના પાટીયા પાસે એક્ટિવા સાઈડમાં હટાવી લેવા મામલે યુવતીને ઝાપટ ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીએ બે શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાવી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આરતીબેન પ્રવિણભાઇ ફેફર (ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે.ગામ નેસડા સુરજી તા.ટંકારા) એ આરોપીઓ શાહરૂખભાઇ મહેબુબભાઇ વિકીયા, મહેબુબભાઇ અલારખાભાઇ વિકીયા (રહે.બન્ને સરાયા તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ ગઈકાલે પોતાનુ એકટીવા સરાયા ગામના પાટીયા પાસે રાખેલ હોય જે લેવા ગયેલ ત્યારે આરોપીઓનુ એકટીવા વચ્ચે પડેલ હોય જે આઘુ ખસેડી લેવા કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ આવી ફરીયાદીને ગાળો આપી ફરિયાદીને ગાલ ઉપર બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી ટંકારા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પો.હેડ.કોન્સ.મુકેશભાઈ ચાવડા ચાલવી રહ્યા છે.

- text