મોરબીમાં ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરવા મામલે મારમારી, બે વ્યક્તિ ઘાયલ

- text


ચાર શખ્સોએ હથિયારો સાથે બે કારમાં દુકાને ઘસી આવીને આંતક મચાવ્યો

મોરબી : મોરબીના ઉચી માંડલ ગામના બસ સ્ટેન્ડ સામે સતનામ કોમ્પલેક્ષમાં આવેલ જલારામ એલ્યુમિનીયમ દુકાને ચાર શખ્સોએ બે કારમાં હથિયારો સાથે આવીને બઘડાટી બોલાવી હતી. જેમાં ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરવા માટે અગાઉ થયેલા ડખ્ખાંનો ખાર રાખી ચાર શખ્સોએ હથિયારો વડે વેપારી સહિત બે વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ પ્રભુકૃપા રેસીડન્સી રોયલ પાર્કની સામે બ્લોક નં-303 માં રહેતા વિજયભાઇ દિલીપભાઇ અઘારા (ઉ.વ.25) એ આરોપીઓ સાગરભાઇ તથા તેની સાથેના અજાણ્યા ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઇના સાળો નિશાનભાઇએ આરોપીની ફ્રેન્ડ સાથે ફોનમા વાત કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના ભાઇના સાળા નિશાનભાઇને ફોન કરી હેરાન કરતો હોય જે બાબતે સમાધાન કરવા ફરી જતા સમાધાન કરવાની ના પાડી હતી.

- text

આ બાબતનો ખાર રાખી આરોપીઓ ગઈકાલ તા.22 ના રોજ બપોરના બે થી અઢી વાગ્યાના અરસ્સામા ફરિયાદીની ઉચી માંડલ ગામના બસ સ્ટેન્ડ સામે સતનામ કોમ્પલેક્ષમાં આવેલ જલારામ એલ્યુમિનીયમ દુકાને અલ્ટો કારમા આવી ધોકા તથા છરી જેવા હથીયાર ધારણ કરી ફરીયાદીને જમણા હાથમા તથા વાસામા ધોકા વડે મુંઢ ઇજા કરી તથા પેટના જમણા પડખામા છરી વડે ગંભીર ઇજા કરી અને ફરીયાદીને ધોકા વડે મુંઢ માર માર્યો હતો. આથી ફરીયાદીને સાહેદ સુખદેવસિંહ પરમારનાઓ છોડાવવા જતા આરોપીઓએ તેમને પણ ધોકા વડે માથામા તથા શરીરે મુંઢ ઇજા પહોચાડી બન્ને અલ્ટો કાર લઇ ભાગી ગયા હતા. આ બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પો.સબ.ઇન્સ. ડી.વી.ડાંગર ચલાવી રહ્યા છે.

- text