‘વસુધૈવ કુટુંમ્બક્મ’ની ભાવના ઉજાગર કરતા હડમતિયાના ધરતીપુત્રો

- text


ટંકારા : કોરોના અને મ્યુકરમાયકોસીસ જેવા કાળમુખા ઓછાયાથી ઘણા ખેડુત પરિવારોએ ઘરના મોભી ગુમાવ્યા છે અને પરિવારમાં અમુક પથારીવશ થયા છે. હવે તૌકતે વાવાઝોડાનો ખતરો હતો અને ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે હડમતિયામાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં કાળમુખા કોરોના અને મ્યુકરમાયકોસીસના કારણે ખેડુત પરિવારોમાં ખેતીકામ કરતા ઘરના મોભી જ કોરોનાની જીવલેણ બિમારીના શિકાર બની મૃત્યુને ભેટ્યા તેમજ ખેડુત પરિવારના અન્ય સભ્યો પણ પથારીવશ થતાં સેવાભાવીઓ દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ’ (આખી પૃથ્વી મારું કુટુંબ છે) તેવી ભાવના સાથે સેવા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના કે મ્યુકરમાયકોસીસના ભોગ બનેલા ખેડુત પરિવારોના ખેતરોમાં બે-ત્રણ ટ્રેક્ટરો કામે લગાડી દાંતી, રોટાવેટર, સૈન્દ્રિય ખાતર, ચાસ નાખી ખેતી કમ્પ્લીટ કરી આપવામાં આવી છે.

જે માટે હડમતિયાના ગામના ખેડુતો લીંબાભાઈ ડાકા, ભરતભાઈ સંઘાણી, ભૌતિકભાઈ ડાકા, ત્રિભોવનભાઈ મેરજા, હરેશભાઈ દુબરીયા, રજનીકાંતભાઈ સંઘાત, અશોકભાઈ ડાકા, અરવિંદભાઈ દુબરીરયા એ જહેમત ઉઠાવીને ભોગ બનનાર ખેડુતોની વ્હારે આવીને નિઃસ્વાર્થ ભાવે મદદરુપ થઈ માનવતાની કેડી કંડારી છે. આમ, હાલમતિયાના ખેડુત પરિવારોમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે વિશ્વના સર્વ ધર્મોએ, મહાપુરૂષોએ અને પ્રત્યેક કુટુંબના વડીલોએ વા૨ંવા૨ વિશ્વને વે૨-ઝે૨માંથી ઝઘડામાંથી મુક્ત ક૨વા માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’ના ભવ્ય આદર્શને માનવજાતિ સમક્ષ ૨જુ ર્ક્યો છે.

- text

- text