વાવાઝોડાની ઇફેક્ટ : મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં ભારે પવન સાથે વરસાદ

- text


ભારે પવન ફૂંકાતા અમુક સીરામીક યુનિટોના પતરા અને રોડ પરના હોર્ડિંગ ઉડ્યા

મોરબી : તૌકતે વાવઝોડાના ખતરા વચ્ચે જાણે વાવાઝોડાની અસર થઈ હોય તેમ આજે મોરબી જિલ્લામાં કેટલાક સ્થળોએ વાતવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેર પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો અને ભારે પવન ફૂંકાતા અમુક સીરામીક યુનિટોના પતરા અને રોડ પરના હોર્ડિંગ્સ ઉડ્યા હતા.

આજે દિવસભર અસહ્ય બફારા અને ઉકળાટની વચ્ચે સાંજે વાતવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘનઘોર બની ગયું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર આસપાસની ગ્રામ્ય પટ્ટી વિસ્તાર, તેમજ વાંકાનેરના માટેલ રોડ, સરતાનપર રોડ, ઢુંવા સહિતની પટ્ટી વિસ્તારમાં આજે સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. તેમજ ટંકારાના લજાઈ આજુબાજુમાં જોરદાર પવન ફૂંકાયો હતો.

- text

વાવાઝોડા પહેલાની અસરરૂપે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. જો કે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર છે. અને સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે.

- text