ઢુંવા નજીક ફેકટરીમાં શોર્ટ સર્કિટથી આગ : વ્યાપક નુકશાન

- text


રફાળીયા નજીક ડીઝલ ભરેલું ટેન્કર અકસ્માતગ્રસ્ત થતા ફાયર ટીમ દોડી

મોરબી : વાંકાનેરના ઢુંવા નજીક ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયર ટીમે ફોમનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જ્યારે બીજી ઘટનામાં રફાળીયા નજીક ડીઝલ ભરેલ ટેન્કર અકસ્માતગ્રસ્ત થતા ફાયર ટીમ દોડી ગઈ હતી.

વાંકાનેરના ઢુંવા નજીક વરમોરા ફેકટરીની બાજુમાં આવેલ ફ્રીડમ ફેકટરીમાં ઓઈલના જથ્થામાં આગ લાગતા મોરબી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફોમનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અને વ્યાપક નુકશાન પહોંચ્યું હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રો જણાવી રહ્યા છે.

- text

જ્યારે બીજી ઘટનામાં રફાળીયા નજીક ડીઝલ ભરેલું ટેન્કર અકસ્માતગ્રસ્ત થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને ઘટનામાં મોરબી ફાયર વિભાગના હિતેશભઈ, રવિભાઈ, કાર્તિકભાઈ અને નિલેશભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

- text