માળીયા મિયાણાના નવાગામમાંથી બાર બોરની બંદૂક સાથે એક ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે નવાગામ ખાતેથી બાર બોરની સિંગલ બેરલ બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે નવાગામ ખાતેથી અબ્દુલભાઈ ઉર્ફે પોપો અહેમદભાઈ જામ (ઉ.વ.45)ના કબ્જામાંથી રૂપિયા 5,000ની કિંમતની સિંગલ બેરલ બાર બોરની બંદૂક કબજે કરી આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, સંજયભાઈ રાઠોડ, વિશ્વરાજસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.

- text