મોરબી સદભાવના હોસ્પિટલનો ઓક્સિજન પ્રશ્ન ઉકેલાયો

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સીએમઓ સુધી રજૂઆત કરી

મોરબી : મોરબી સદભાવના હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે હોસ્પિટલ સંચાલકોએ હોસ્પિટલ બંધ કરવા તૈયારી દર્શાવતા ધારાસભ્ય મેરજાએ ઓક્સિજનના પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવ્યા હોવાનું જાહેર કર્યું છે.

મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સદભાવના હોસ્પિટલનો ઓક્સિજનનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. તેમને જણાવ્યું હતું કે, મોરબીની સદભાવના હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બ્રિજેશ મેરજા મોરબી જિલ્લામાં હાલ 17 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે 12 મેટ્રિક ટન ફાળવવામાં આવે છે.

- text

વધુમાં આ અંગે સીએમઓ તથા પ્રભારી મંત્રીને જાણ કરી છે અને પૂરતો જથ્થો ફાળવવા રજુઆત કરી હોવાનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

- text