ખાખરેચીના સેવાભાવી યુવાને PHCમાં રૂ. 60 હજારની દવાનો સ્ટોક પૂરો પાડ્યો

- text


માળીયા (મી.) : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ સરકારી હોસ્પિટલમાં દવાનો સ્ટોક ઓછો હોવાથી આજુબાજુના ગામની લાગુ પડતી હોસ્પિટલમાં દવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી, ખાખરેચી ગામના સેવાભાવી યુવાન વિકાસકુમાર દુર્લભજીભાઈ થડોદા દ્વારા ખાખરેચી પીએચસી હોસ્પિટલમાં રૂ. 60 હજારની જરુરી દવાનો જથ્થો આપવામાં આવ્યો હતો. વધુમાં, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ખાખરેચીના જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયાએ ખાખરેચી, ઘાંટીલા, સરવડ સહિતના ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કેન્દ્રની સમીક્ષા કરી હતી.

- text

- text