માળીયાના સરવડમાં ઉત્તરક્રિયામાં 50થી વધુ માણસો ભેગા કરનાર સામે ગુન્હો દાખલ

- text


ઉતરક્રિયામાં વધુ માણસો ભેગા કર્યાનું ધ્યાન આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

માળીયા : કોરોના મહામારીને લઈને સરકારે સારા-માઠા પ્રસંગોમાં 50 થી વધુ માણસો ભેગા નહિ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે માળીયાના સરવડ ગામે એક વ્યક્તિએ પોતાની માતાની ઉત્તરક્રિયામાં 50થી વધુ માણસો ભેગા કર્યા હોવાનું ધ્યાને આવતા માળીયા પોલીસે આ મામલે જવાબદારો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ.હિતેશભાઇ મુળજીભાઇ મકવાણા (ઉ.વ ૪૮) એ સરકાર તરફ ખુદ ફરિયાદી બનીને આરોપી મગનભાઇ કાનજીભાઇ દેલવાણીયા (ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે- દેવીપુજક વાસ સરવડ, તા-માળીયા મી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, હાલમાં કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી ચાલુ હોય અને કોરોના વાયરસનુ સંક્રમણ એક માણસથી બીજા માણસોમા ચેપથી ફેલાવવાની સંભાવના હોય તેમ છતા આરોપીએ તા.23 ના રોજ પોતાની માતાની ઉતરક્રીયા (બેસણુ) મા 50 થી વધુ માણસો ભેગા કરી કોઇપણ જાતનુ સોશ્યલ ડીસ્ટન્સ અંતર નહીં જાળવીને સરકાર અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી, પોલીસે આ આરોપી સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text