મોરબી જિલ્લામાં કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનાર 32 સામે કાર્યવાહી

- text


માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ડઝનેક રીક્ષા સહિતના વાહનચાલકો અને દુકાનદારો પણ ઝપટે

મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાત્રી કફરયુ અને કોવિડની ચુસ્ત ગાઈડલાઈન અમલમાં હોવા છતાં અમુક લોકો જાણે ‘હમ નહિ સુધરેગે’ની નીતિ ચાલુ રાખીને કફરયુ અને કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરતા હોવાથી પોલીસે આવા લોકોની શાન ઠેકાણે લાવવા કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં મોરબી જિલ્લામાં શુક્રવારે પોલીસે કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનાર 32 સામે કાર્યવાહી કરી હતી અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ડઝનેક રીક્ષા સહિતના વાહનચાલકો અને દુકાનદારો પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

- text

મોરબીમાં શુક્રવારે રાત્રે ફરફ્યુમાં ચાની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર, કફરયુમાં ચાલીને કે વાહન લઈને લટાર મારવા કે પેસેન્જરની હેરાફેરી કરતા રીક્ષાચાલક, બાઈકચાલક સહિત 4 લોકો, નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 4 રીક્ષાચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા બાઈકચાલક સહિત 4 લોકો, વાંકાનેરમાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે માલવાહક બોલેરોના ચાલકો, વધુ ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર પાથરણાવાળો, જાહેરમાં માસ્ક વગર નીકળેલો એક, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 3 રીક્ષાચાલકો, એક કારચાલક, હળવદમાં દુકાને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ધંધો કરતા બે દુકાનદારો, માળીયા (મી.)માં નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષાચાલકો, તેમજ માળીયાના અલગ અલગ વિસ્તારોમાં લોખંડનો પાઇપ, લાકડાનો ધોકો, તલવાર અને ધારીયું લઈને નીકળેલા 4 શખ્સો સામે હથિયારબંધી હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- text