વાંકાનેર : કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને બે વાછરડાને કતલખાને લઈ જતા બે ઝડપાયા

- text


ગૌસેવકોની ટીમે વાછરડા સાથેની કાર અને આરોપીઓને ઝડપી પોલીસના હવાલે કર્યા

વાંકાનેર : વાંકાનેરના કાશીપર ગામના પાટીયા પાસે કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને બે વાછરડાને કતલખાને લઈ જતા બે આરોપીઓને ગૌસેવકોની ટીમે ઝડપી લીધા હતા. ગૌસેવકોની ટીમે વાછરડા સાથેની કાર અને આરોપીઓને ઝડપી પોલીસના હવાલે કરતા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીપકભાઇ દિલીપભાઇ ખાંડેખા (ઉ.વ.૩૨, ધંધો મજુરી, રહે.વાંકાનેર રામચોક)એ આરોપીઓ કાનાભાઇ વેલાભાઇ પરમાર (રહે.ભોજપરા લાહુ, તા.વાંકાનેર), જગાભાઇ નાજાભાઇ સિંધવ (રહે.મકતાનપર, તા.વાંકાનેર), ખાજા મહંમદ (રહે.સુરેન્દ્રગનર, ગાંધીસર્કલ પાસે દરગાહ પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, કાશીપર ગામના પાટીયા પાસે વાંકાનેરના લુણસર નજીક આરોપી ખાજા મહંમદએ બીજા બે આરોપીઓ પાસેથી ગૌવંશ વાછરડા જીવ કતલ સારૂ મંગાવતા આ બે આરોપીઓ પોતાના ભોગવટાની કવાલીસ કાર રજી.નં.જીજે-૦૭-આર-૮૭૮૬માં ગૌવંશ વાછરડા જીવ નંગ-૨ ને દોરડાથી હલન ચલન ન કરી શકે તે રીતે ક્રુરતાપુર્વક બાંધી તેમા કોઇ પીવાના પાણીની કે ઘાસચારાની સગવડ ન રાખી કતલખાને લઇ જતા મળી આવ્યા હતા. આથી, પોલીસે હાલ બે આરોપીઓને ઝડપી લઈ ત્રીજા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text