કોવિડ કેર સેન્ટરમાં સુવિધા માટે મોરબી અપડેટ દ્વારા રૂ. 50 હજારનું અનુદાન અપાયું

- text


માત્ર તંત્રનો કાન આમળીને સંતોષ નહિ માની પ્રવર્તમાન સ્થિતિમાં સમાજ પ્રત્યેની નાનકડી ફરજ અદા કરતું મોરબી અપડેટ

અન્ય સંસ્થાઓ પણ આગળ આવે તે જરૂરી

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી રફાળેશ્વર પાસે આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં જરૂરી સુવિધા માટે મોરબી અપડેટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા રૂપિયા 50 હજાર અપર્ણ કરી જવાબદાર મીડિયા તરીકેની નાની ફરજ અદા કરી છે. ત્યારે અન્ય સંસ્થાઓને પણ આભ ફાટ્યા જેવી સ્થિતિમાં સહાય માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં કોરોના મહામારીમાં વાસ્તવિક પરિસ્થિતિ જવાબદાર તંત્ર, અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી પોહચડવાની સાથે મોરબી જિલ્લાના સૌથી મોટા મીડિયા ગ્રુપ મોરબી અપડેટ દ્વારા આ કોરોનાની કપરી સ્થિતિમાં એક સામાજિક જવાબદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી રફાળેશ્વર પાસે આદર્શ નિવાસી શાળા ખાતે શરૂ કરાયેલા કોરોના કેર સેન્ટરમાં દર્દીઓને જરૂરી સુવિધા માટે મોરબી અપડેટ દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન રૂપિયા 50 હજારનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે.

- text

મોરબી ઉપર આવી પડેલી વિપદાની આ સ્થિતિમાં તટસ્થ અને સાચી સ્થિતિનું આંકલન કરી સરકારી તંત્રનો અને સરકારનો કાન આમળવાની સાથે મોરબી અપડેટ દ્વારા આફતના આ સમયે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા પ્રયાસ કરી આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે ત્યારે મોરબીની અન્ય સમાજ સેવક સંસ્થાઓ પણ આપદાની આ સ્થિતિમાં જરૂરી હોય તેવા કોવિડ કેર સેન્ટર માટે ઉદાર હાથે સહયોગ આપે તેવી મોરબી અપડેટ દ્વારા હૃદય પૂર્વક અપીલ કરવામાં આવી છે.

- text