મોરબી નજીક ડમ્પર પાછળ ટેન્કર ઘૂસી જતા ટેન્કરના ચાલક અને ક્લીનરનું મોત

- text


કચ્છ તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર રવિરાજ ચોકડી પાસે આગળ જતાં ડમ્પર પાછળ ધડાકાભેર અથડાયું

ટેન્કરનો આગળનો ભાગનો બુકડી બોલી ગયો, ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું

મોરબી : મોરબી-માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીક ઓવરબ્રિજ પર ગત મોડી રાત્રે કચ્છ તરફથી કેમિકલ ભરેલું ટેન્કર આગળ કોલસો ભરીને જતા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ટેન્કરનો આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો અને ડમ્પર તથા ટેન્કર વચ્ચે દબાઈ જવાથી ટેન્કરના ડ્રાઇવર તેમજ ક્લીનરના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ.આર.બી.વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગતરાત્રીના 2 વાગ્યાની આસપાસ માળીયા હાઇવે રવિરાજ ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર જી.જે 36 ટી.8314 નબરનું નંબરનું ડમ્પર કોલસો ભરીને પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળની પાછળથી પુરપાટ ઝડપે ક્ચ્છ તરફથી કેમિકલ ભરીને આવતું ટેન્કરના ચાલકે અચાનક કોઈ કારણોસર ટેન્કર પરથી કાબુ ગુમાવતા ટેન્કર આગળ જતાં ડમ્પરના ઠાઠામાં ધડાકાભેર ઘુસી ગયું હતું. એ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ટેન્કરના આંગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ટેન્કર તથા ડમ્પર વચ્ચે દબાઈ જવાથી ટેન્કર ચાલક પ્રભુરામ વાગતારમ જાટ (ઉ.વ.25, રહે. રાજસ્થાન) અને ક્લીનર હનુમાનરરામ મોતીરામ જાટ (ઉ.વ.19, રહે. રાજસ્થાન) ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

- text

આ ઘટનાની જાણ થતાં તાકીદે તાલુકા પોલીસ મથકના એ.એસ આઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટેન્કર ડમ્પરની પાછળ ઘુસી ગયું હોય અને આગળના ભાગનો બુકડો બોલી જતા બન્ને વાહનોની વચ્ચે બન્ને મૃતકોના મૃતદેહો ફસાઈ ગયા હતા.તેમજ ટેન્કરમાં કેમિકલ લીકેજ થતું હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર પોલીસ ફાયર બ્રિગેડ ઉપરાંત 108 અને ક્રેઇનને બોલાવી લીધા હતા. જો કે, મૃતદેહો બન્ને વાહનોમાં એટલી ગંભીર રીતે ફસાયા હોવાથી ક્રેઇનની ખાસ્સી જહેમતને અંતે છેક સવારે મૃતદેહો બહાર નીકળ્યા હતા. પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને પીએમ વિધિ પુરી કર્યા બાદ મૃતકના સગાઓને મૃતદેહો સોંપી દીધા હતા. તેમજ આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text