યોગ કરીએ, કોરોનાને ભગાવીએ : મોરબીમાં કાલથી દરરોજ સવારે ઓનલાઈન યોગ કલાસનું આયોજન

- text


મોરબી અપડેટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન યોગ કલાસનું આયોજન

મોરબી : મોરબીમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોનાનો ચેપ ઘરેઘરે ફેલાય ગયો હોય તેવી નોબત આવી છે. કોરોનાને કારણે લોકો એટલા ભયભીત થઈ ગયા છે કે, કોરોનાનું નામ પડે ત્યાં જ ઘુજી ઉઠે છે ત્યારે આપણી પ્રાચીન ભરાતીય યોગ પરંપરામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની શક્તિ છે. આથી નિયમિત યોગ કરીએ કોરોનાને ભગાવીએ તેવા ઉદેશ સાથે મોરબીમાં આવતીકાલથી દરરોજ સવારે 7 વાગ્યે ઓનલાઈન યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી અપડેટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ સોમવારે તા.12 એપ્રિલથી દરરોજ સવારે 7 વાગ્યે ઓનલાઈન યોગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાની બીમારી ઘરે-ઘરે પહોંચી ગઈ છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે પ્રાચીન ભારતીય પરંપરા મુજબ યોગ, પ્રાણાયમ કરવા જરૂરી છે. ભારતીય પ્રાચીન પરંપરા મુજબ યોગ અને પ્રાણાયમમાં કોઈપણ રોગ સામે લડવાની અદભુત શક્તિ સામર્થ્ય છે. આથી યોગ ભગાવે રોગ એ મુજબ દદરોજ યોગ કરીએ અને કોરોનાને ભગાવીએ એવા ઉફેશ સાથે મોરબીવાસીઓ કોરોના સામેની જંગ જીતી શકે તે માટે માટે મોરબી અપડેટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ક્લાસનું ઓનલાઈન આયોજન કરવાની પહેલ કરવામાં આવી છે.

આ કલાસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ યોગ પ્રશિક્ષક વાલજીભાઈ ડાભી દ્વારા યોગ અને પ્રાણાયમની લોકોને સઘન તાલીમ આપવામાં આવશે. આ અંગેનો યોગ પ્રાણાયમ શીખવવા અંગનો વીડિયો દરરોજ સવારે 7 વાગ્યે મોરબી અપડેટ ફેસબુક પેઇઝ અને યુટ્યુબ ઉપર અપલોડ કરાશે. વીડિયો દ્વારા અલગ અલગ યોગ અને પ્રાણાયમ શીખવાડમાં આવશે. જેનો દરેક લોકોએ લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text