માળીયામાં પ્રેમલગ્ન કરવા મામલે યુવાનના માતા પર છુટા પથ્થરના ઘા

- text


યુવતીના પરિવારજનો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા તાલુકાના તરઘડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા યુવતીના પરિવારજનોએ યુવાનના માતા ઉપર છુટા પથ્થરના ઘા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- text

આ બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી લક્ષ્નીબેન હિરાભાઇ મુંછડીયા (ઉ.વ.40, ધંધો. ઘરકામ, રહે. તરઘડી, તા. માળીયા મીંયાણા) એ આરોપીઓ જ્યોતીબેન મોહનભાઇ મુંછડીયા, અમીત મોહનભાઇ મુંછડીયા, પુંજા પમાભાઇ મુંછડીયા (રહે. બધા તરઘડી, તા. માળીયા મીંયાણા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 11 ના રોજ સાંજના સાડા છ વાગ્યેના અરસામા ફરીયાદીનો દીકરો તથા આરોપીની દિકરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા હોય જેનુ મનદુખ રાખી ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી છુટ્ટા પથ્થર (ઇટ) મારી મારતા ઇજા થતા તેમજ સાહેદને મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text