મોરબી : સોની સમાજના વડીલો માટે સામુહિક કોરાના વેક્સીનેશન

- text


રસીકરણ માટે તા.12 થી 18 સુધી વડીલો માટે રજીસ્ટ્રેશન

મોરબી : સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાનરૂપે શરૂ કરાયું છે. ત્યારે મોરબીમાં વસવાટ કરતા સોની સમાજના વડીલો માટે સામુહિક રસીકરણનુ આયોજન કરેલ છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી સામે રસી કરણનો કાર્યક્રમ શરુ થયેલ છે. જેના અનુસંધાને સોની સમાજ મોરબીના સભ્યોને સામુહિક વેક્સીનેશન માટે વિષેશ સમય અને જગ્યા ફાળવવામા, સોની સમાજના વડીલોને વધારે સમય લાઈનમા ન ઉભુ રહેવુ પડે અને સરળતા રહે તે માટે ડીડીઓ પી.જે.ભગદેવના માર્ગ દર્શન હેઠળ જયેશભાઈ સેતા અને ડો.કારોલીયા દ્વારા વિશેષ ઝુંબેશ રૂપે રસીકરણ કરવામાં આવશે. જેથી, સોની સમાજના વધુને વધુ વડીલો આ લાભ લે અને દેશને કોરોના મુક્ત કરવામા સહયોગ કરે તેવો અનુરોધ કરાયો છે.

- text

રસીકરણ માટે (1) 60 વર્ષથી ઉપરના લોકો માટે આધાર કાર્ડ ઝેરોક્ષ સહી સાથે જોડવાની રહેશે.
(2) 45 થી 60 વર્ષના લોકો (ફક્ત ગંભીર બીમારી હોય એવા લોકોએ પણ (1) આધાર કાર્ડ (2) બીમારી અંગેનુ ડોક્ટરી સર્ટીફીકેટ (MBBS ડોક્ટરનુ) આપવાનું રહેશે.

જેથી, આ રસીકરણ કાર્યક્રમમાં રસી લેવા ઇચ્છતા વડીલોએ તા.12/03/2021 થી 18/03/2021 સુધીમાં શ્રીજી બોક્સ ઘાંચી શેરી સામે, મોરબી ખાતે નિલેશભાઈ સી.પારેખ મો. 9428260190 ને રજીસ્ટ્રેશન ફોર્મ મેળવવા રુબરુ મળવા સોની સમાજ મોરબીના પ્રમુખ દિનેશભાઈ જે. પારેખની યાદીમાં જણાવાયું છે.

- text