ડેઈલી માર્કેટ રિપોર્ટ : એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

- text


ક્રૂડ તેલમાં વૃદ્ધિ, કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર

પ્રથમ સત્રમાં રૂ.૧૨,૦૪૫ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૬૭૦૮૨ સોદામાં રૂ.૧૨૦૪૫.૪૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૦ ઘટવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૩૬૦ વધ્યો હતો. જસત સિવાયની બિનલોહ ધાતુઓ ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૩૮૪૫ સોદાઓમાં રૂ.૫૫૪૫.૬૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૭૫૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૭૮૦ અને નીચામાં રૂ.૪૪૩૦૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૦ ઘટીને રૂ.૪૪૩૯૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૮૨૯ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૪૮ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૬ ઘટીને બંધમાં રૂ.૪૪૪૨૮ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૪૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૬૩૩ અને નીચામાં રૂ.૬૫૭૨૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૦ વધીને રૂ.૬૫૯૬૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૩૭૮ વધીને રૂ.૬૬૦૨૧ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૩૭૭ વધીને રૂ.૬૬૦૨૦ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૩૨૧૦ સોદાઓમાં રૂ.૨૨૯૬.૧૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૯૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૬૭ અને નીચામાં રૂ.૪૮૩૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪ વધીને રૂ.૪૮૫૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૩૯૦ સોદાઓમાં કુલ રૂ.૩૨૬.૫૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૧૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૨૯૦ અને નીચામાં રૂ.૨૨૧૯૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ વધીને રૂ.૨૨૨૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૦૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮.૫ વધીને બંધમાં રૂ.૧૦૯૬.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૮.૮ અને નીચામાં રૂ.૯૫૪ રહી, અંતે રૂ.૯૫૫.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૬૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬૫.૫ અને નીચામાં રૂ.૧૨૬૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૫૦ વધીને રૂ.૧૨૬૪ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૪૧૮૨ સોદાઓમાં કુલ રૂ.૩૨૫૨.૯૪ કરોડ ની કીમતનાં ૭૨૯૫.૮૨૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૯૬૬૩ સોદાઓમાં કુલ રૂ.૨૨૯૨.૭૪ કરોડ ની કીમતનાં ૩૪૬.૧૪૭ ટન, ક્રૂડ તેલમાં ૨૦૫૦૬ સોદાઓમાં રૂ.૧૪૬૩.૬૫ કરોડનાં ૨૯૯૦૪૦૦ બેરલ્સ, કોટનમાં ૫૧૫ સોદાઓમાં રૂ.૫૧.૫૦ કરોડનાં ૨૩૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૭૯૭ સોદાઓમાં રૂ.૨૭૧.૮૬ કરોડનાં ૨૪૮૯૦ ટન, મેન્થા તેલમાં ૯ સોદાઓમાં રૂ.૧.૫૫ કરોડનાં ૧૬.૨ ટન, કપાસમાં ૧૨ સોદાઓમાં રૂ.૩૦.૩૪ લાખનાં ૪૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૧૧૩૦.૫૪૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૧૫.૮૯૮ ટન, ક્રૂડ તેલમાં ૬૪૬૫ બેરલ્સ, કોટનમાં ૨૮૦૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૧૨૭૭૦ ટન, મેન્થા તેલમાં ૫૨.૯૨ ટન અને કપાસમાં ૧૬૮ ટનના સ્તરે રહ્યો હતો.
સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૮૫ અને નીચામાં રૂ.૪૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૦.૫ અને નીચામાં રૂ.૨૨૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૭ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૭૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૭૭.૫ અને નીચામાં રૂ.૧૫૯૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૭૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૪૩૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૨૦.૫ અને નીચામાં રૂ.૨૪૩૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૧૨ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૮.૬ અને નીચામાં રૂ.૭૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯ અને નીચામાં રૂ.૬૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૮.૧ બંધ રહ્યો હતો.

- text