મોરબી પાલિકાના વોર્ડ નંબર-9માં ભાજપનો ઘોડો વીનમાં : મતદારોનો અપાર પ્રેમ

- text


ભાજપની પેનલના શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો વિજય વચન આપતા મતદાતા

મોરબી : મોરબી નગરપાલિકામાં ગત ટર્મમાં પ્રજાએ કોંગ્રેસને સ્પષ્ટ જનદેશ આપી જંગી બહુમતી આપવા છતાં શુશાસન આપવામાં કોંગ્રેસ સદંતરપણે નિષ્ફળ રહેતા આ વખતે જાગૃત મતદારોનો મૂડ બદલ્યો છે અને મક્કમ મને ભાજપને જીતાડવા માહોલ બંધાયો છે ત્યારે વોર્ડ નંબર 9માં પણ ભાજપનો ઘોડો વીનમાં હોવાનું ભાજપની જાગૃત, શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતી પેનલના ચારેય ઉમેદવારો એકસુરે જણાવી રહ્યા છે.

મોરબી શહેરના શનાળા રોડ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી, કન્યા છાત્રાલય રોડ,યદુનંદન સોસાયટી, કેનાલ રોડ, મૂન નગર, સહિતના વિસ્તારોને સાંકળતી સોસાયટીઓથી બનેલા વોર્ડ નંબર-9માં 12448 મતદારો છે, આ વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને અહીં વસવાટ કરતા નાગરિકો સુશિક્ષિત હોય ભાજપ દ્વારા સ્થાનિક અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

નગર પાલિકાના વોર્ડ નંબર-9માં ભાજપના દ્વારા જયંતીલાલ ગોવિંદભાઈ વિડજા, કુંદનબેન શૈલેષભાઇ માકાસણા, દેસાઈ સુરેશભાઈ અંબારામભાઈ અને લાભુબેન પરબતભાઇ કરોતરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.ભાજપના આ ચારેય ઉમેદવાર સુશિક્ષિત પરિવારના હોવા ઉપરાંત સમાજસેવા સાથે સીધા જ સંકળાયેલા છે અને પેનલના તમામ ઉમેદવાર બેદાગ હોય વોર્ડ-9માં ભાજપની પેનલને વિજયી બનાવવા મતદારો કૃતનિશ્ચયી બની ભાજપ સાથે અડીખમ રહેવાનો સંકલ્પ કર્યો હોવાનું ભાજપના મહિલા ઉમેદવાર કુંદનબેન માકાસણા અને લાભુબેન કારોતરા જણાવી રહ્યા છે.

- text

મોરબી નગર પાલિકાના ચૂંટણીજંગમાં ગઈકાલે સાંજથી જાહેર પ્રચાર પડઘમ શાંત પડી ગયો છે અને આવતીકાલે રવિવારે મતદાન હોય તે પૂર્વે આજે કતલની રાતે પણ મતદારોમાં વિકાસ માટે મતદાન કરવાનો અનેરો ઉત્સાહ છલકાઈ રહ્યો હોવાનું વાતાવરણ ઉભું થયું છે અને આવતીકાલે વોર્ડ નંબર-9ના મતદારો મક્કમ અને અડીખમ બની ઉત્સાહભેર ભાજપ તરફી મતદાન કરશે તેવો વિશ્વાસ સુરેશભાઈ દેસાઈએ અંતમાં વ્યક્ત કર્યો હતો.

- text