હળવદની આલાપ સોસાયટીમાં વિવેકાનંદ ગ્રંથાલયનો શુભારંભ

- text


બાળકો અને યુવાનોમાં મોબાઈલને બદલે સારા પુસ્તકનો વધુ લગાવ રહે તે માટેનો સરાહનીય પ્રયાસ

હળવદ: હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ આલાપ સોસાયટીમાં આજરોજ વિવેકાનંદ ગ્રંથાલયનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા.

આજના હાઇટેક યુગમાં મોટાભાગે બાળકો મોબાઈલ અને ટીવી પાછળ કાઢતા હોય છે. ત્યારે બાળકોને વાંચન તરફ વાળવા માટે થઈને હળવદ શહેરમાં આવેલા સૌપ્રથમ એક માત્ર સોસાયટી કે જ્યાં લાઇબ્રેરી બનાવી ખુલ્લી મૂકી અનોખી પ્રેરણાદાયી પહેલ કરી છે.

અહીં આલાપ સોસાયટી ના રહીશો દ્વારા શ્રેષ્ઠ લેખક સાધુ પુરુષન જોધપુર નદી સ્થિત આશ્રમના મહંત ભાણદેવજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં વિવેકાનંદ ગ્રંથાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ તકે હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુંભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

- text

લાઇબ્રેરીના મુખ્ય દાતા જયેશભાઈ પટેલ,અતુલભાઇ પટેલ,શંકરભાઈ પટેલ સહિત આલાપ સોસાયટીના સભ્યો દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનુ સંચાલન અશ્વિનભાઈ પટેલ એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઉમેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, નિલેશભાઈ, ચેતનબાઈ, રાજુભાઇ રૂપાલા, હરેશભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text