મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 25 વાહનો ડિટેઇન કરાયા

- text


20 સીએનજી રીક્ષા, 4 બાઇક તથા 1 ટ્રક ચાલક સામે કેસ કરી તમામ વાહનો ડિટેઇન કરાયા

મોરબી: જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ શહેર અને ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હોય એમ મોરબી જિલ્લામાં વાહન ચેકીંગ સઘન બનાવાયું છે ત્યારે ગુરુવારે દિવસ દરમ્યાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અલગ અલગ કલમ હેઠળ સીએનજી રિક્ષાઓ, મોટરસાયકલો તથા માલવાહક અને પેસેન્જર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં આડેધડ ચાલતા સીએનજી રીક્ષા ચાલકો સહિત અન્ય વાહનચાલકો સામે ગુરુવારે દિવસ દરમ્યાન પોલીસની તવાઈ ઉતરી હતી. જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં આવતા નગર દરવાજા ચોકમાં એક ચપ્પલની રેંકડી ટ્રાફિકને અવરોધરૂપ જણાતા ડિટેઇન કરાઈ હતી. જ્યારે ગાંધીચોકમાં 2 સીએનજી રીક્ષા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા લાલપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી 3 મોટરસાઈકલ ચાલકો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હા નોંધી તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- text

જ્યાર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના જિનપરા જકાતનાકા પાસેથી 11 સીએનજી રીક્ષા, એક ટાટા ટ્રક, વઘાસીયા ટોલનાકા પાસેથી 1 અશોક લેલન ટ્રક, ઢૂંવા ચોકડી પાસેથી 3 સીએનજી રીક્ષા, ચાવડીચોકમાંથી 1 સીએનજી રીક્ષા, વાંકાનેર પુલ દરવાજા ચોકમાંથી 2 સીએનજી રીક્ષા વિવિધ કલમ હેઠળ ડિટેઇન કરાઈ હતી.

ટંકારા પોલીસ સ્ટેશન હેઠળના નગરનાકા પાસે 1 સીએનજી રીક્ષા તથા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ત્રણ રસ્તા પાસેથી 1 મોટરસાયકલ ચાલક સામે કેસ કરી વાહનો ડિટેઇન કરાયા હતા.

- text