3, 10, 13 અને 17 માર્ચે મોરબી જિલ્લાના આ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ રહેશે

- text


મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠાને અસર પહોંચશે

મોરબી : મોરબી જિલ્લાના અમુક સબ સ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી તે સબસ્ટેશનમાંથી નીકળતા દરેક 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ વહેલું પૂરું થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની ગ્રાહકોએ નોંધ લેવા GETCO દ્વારા યાદીમાં જણાવાયું છે.

આગામી તા. 3 માર્ચના રોજ બુધવારે 66 કે.વી. બામણબોર, 66 કે.વી. રાતવીરડા-2, 66 કે.વી. પાનેલી, 66 કે.વી. પંચાસીયા સબસ્ટેશન તથા EHV કન્સ્યૂમર ઉત્કર્ષનો 66 કે.વી પાવર બંધ રહેશે. આગામી તા. 6ના રોજ શનિવારે 66 કે.વી પીપળીયારાજ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

આ ઉપરાંત, આગામી તા. 10ના રોજ બુધવારે 66 કે.વી રાતવીરડા-1, 66 કે.વી. માટેલ-2 સબસ્ટેશન તથા EHV Consumer M/s DIYAN, M/s SPENTOનો 66 કે.વી. પાવર બંધ રહેશે. તેમજ આગામી તા. 13ના રોજ શનિવારે 66 કે.વી. કણકોટ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ રહેશે. અને આગામી તા. 17ના રોજ બુધવારે 66 કે.વી. જડેશ્વર, 66 કે.વી. લિંબાડા તથા 66 કે.વી. સરતાનપર સબસ્ટેશનમાંથી વીજ સપ્લાય બંધ રહેશે.

- text