હળવદનો વેપારી મોરબીમાં પિસ્તોલ સાથે ઝડપાયો

- text


એસઓજી ટીમે હોથીપીરની દરગાહ પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લીધો

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તેમજ ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત દોડધામ કરી રહી છે ત્યારે ગતરાત્રીના એસઓજી ટીમે લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ નજીકથી હળવદના ફર્નિચરના વેપારી યુવાનને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.

મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પો.કોન્સ. સતિષભાઈ સુખાભાઈ ગરચર તથા યોગેશદાન જીતસેન ગઢવી ને મળેલ સંયુક્ત બાતમી આધારે મોરબી લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરીયા ઉ.૨૬ ધંધો વેપાર (ફર્નિયર) રહે.હળવદ રેલ્વે સ્ટેશન રોડ સુતાર સમાજની વાડીની બાજુમાં તા.હળવદ જી. મોરબીવાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧, કી.રૂ.૧૦,૦૦૦ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી મોરબી એસઓજી સ્ટાફના એએસઆઇ. રણજીતભાઇ બાવડા, કિશોરભાઇ મકવાણા, પો.હેડ કોન્સ. રસિકભાઈ કડીવાર, પો.કોન્સ. ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, સતિષભાઇ ગરચર, યોગેશદાન ગઢવી તથા વુમન લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા વિગેરેએ કરેલ હતી.

- text