મોરબી જિલ્લામાં ટ્રાફિકના ભંગ બદલ રીક્ષા, બાઈક સહિતના વાહન ચાલકો દંડાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં પોલીસની અવિરતપણે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે બુધવારે જિલ્લામાં ટ્રાફિકના નીયમોના ભંગ કરતા રીક્ષા, બાઈક સહિતના વાહન ચાલકો પોલીસની ઝપટે ચઢ્યા હતા. અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટાફ દ્વારા બુધવારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે એમવીએ એકટનો ભંગ બદલ 8 કેસ કરીને રૂ.4 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ એમવીએ એનસી એકટના ભંગ બદલ 78 કેસ કરીને રૂ.41200 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને આઈપીસી 279 કલમ હેઠળ 2 કેસ તેમજ આઈપીસી 283 કલમ હેઠળ 5 કેસ અને આઈપીસી 185 કલમ હેઠળ 1 કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આડેધડ વાહન પાર્કિગ બદલ 13 વાહનો ટોઇંગ કરવામાં આવ્યા હતા અને આ વાહન ચાલકો પાસેથી રૂ.2600 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

- text