મોરબીમાં એલઈ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ નજીક આગ

- text


ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે : પડતર મેદાનમાં આગ લાગી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઈ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ નજીક મેદાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલઈ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ નજીક ખુલ્લા મેદાનમાં આજે બારેક વાગ્યાના સુમારે આગ લગતા ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જોકે આગને કારણે નુકશાન કે જાનહાની થઇ ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text