મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે ધો.6થી 8માં 42 ટકા વિદ્યાર્થીઓની હાજરી

- text


 

ધો.6 માં પ્રથમ દિવસે 4842, ધો.7 માં 3989 અને ધો.8 માં 4352 વિદ્યાર્થીઓ ભણવા આવ્યા

મોરબી : કોરોના કાળના લાંબા અંતરાલ બાદ હવે ધીમેધીમે શિક્ષણ કાર્ય શરૂ થયું છે જેમાં આજથી મોરબી જિલ્લામાં ધો.6 થી 8 ની સ્કૂલો ધમધમતી થતા સરેરાશ 42 ટકા હાજરી નોંધાઈ હતી.

મોરબી જિલ્લામાં આજથી ખાનગી અને સરકારી મળીને 653 જેટલી ધો.6 થી 8 ની સ્કૂલોમાં લાંબા અંતરાલ બાદ શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લાની ધો.6 માં કુલ નોંધાયેલા 11508 વિદ્યાર્થીઓમાંથી 4882 વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે હાજર રહ્યા હતા અને આ રીતે પહેલા દિવસે સરેરાશ 42.42 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.ધો.7 માં કુલ નોંધાયેલા 9527 વિદ્યાર્થીઓમાંથી 3989 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ રીતે પ્રથમ દિવસે સરેરાશ 41.87 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.

- text

જ્યારે ધો.8 માં કુલ નોંધાયેલા 10,267 વિદ્યાર્થીઓમાંથી 4352 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ રીતે પ્રથમ દિવસે સરેરાશ 42.39 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.જો કે સ્કૂલોમાં સરકારની ગાઈડ લાઇનનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો.પ્રથમ દિવસે ભલે વિદ્યાર્થીઓનો ઓછી હાજરી જોવા મળી હોય પણ હવે શિક્ષણ કાર્ય ફરી પાટે ચડી ગયું હોવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પૂરેપૂરી હાજરી જોવા મળશે તેવી શિક્ષકોને આશા છે.

- text