મોરબીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હાથોહાથની ઝપાઝપી

- text


ફોર્મ ચકાસણી કાર્યવાહી દરમ્યાન વોર્ડ નંબર 1ના બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોરબી: આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે આજે સોમવારે ફોર્મ ચકાસણીની કાર્યવાહી તાલુકા સદન ખાતે ચાલી રહી છે ત્યારે વોર્ડ નંબર એકના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ વચ્ચે છુટ્ટાહાથની ઝપાઝપી જામી પડી હતી. જો કે બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસે બંને પક્ષના કાર્યકરોને અલગ પાડ્યા હતા.

- text

મોરબી તાલુકા સેવાસદન ખાતે આજે સોમવારે વ્હેલી બપોરે ભરાયેલા ચૂંટણી ફોર્મની ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વોર્ડ નંબર એકના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો-કાર્યકરો વચ્ચે કોઈ બાબતે ઉગ્રતા વ્યાપી ગયા બાદ હાથોહાથની જામી પડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના આગેવાન કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે હાથાપાઇ થઈ ગઈ હતી. જોકે મામલો વધુ ઉગ્ર બને એ પહેલાં બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસકર્મીઓએ બન્ને જૂથના લોકોને છોડાવ્યા હતા. આ બનાવને લઈને મોરબીમાં ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પુરી થયા બાદ કેટલા ફોર્મ કેન્સલ થશે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે એ ચિત્ર સ્પષ્ટ થયા બાદ વાતાવરણમાં ગરમાવો આવશે એવું આ બનાવને લઈને જાણકારો ચર્ચિ રહ્યા છે.

- text